સરકારીશ્રી દ્વારા હોસ્પિટલમાં અપાતી સેવાઓના નજીવા દરો નક્કી કરી જાહેર જનતા જોગ સર્ક્યુલર બહાર પાડવા સરકારમાં માં

રૂમ ચાર્જ, બેડ ચાર્જ, નર્સ ચાર્જ જેવા અન્ય ચાર્જો થઇ અંદાજે પ્રતિદિન રૂપિયા ૧૫,૦૦૦ થી ૨૦,૦૦૦ દવા સિવાયના ચાર્જો

આર્થિક શક્તિ બહાર હોઈ ભરપાઈ કરી શકે તેમ શક્ય ન હોઈ અને તે ભય થી કોરોના સારવાર અર્થે ખાનગી દવાખાના/હોસ્પિટલમાં જતા અચકાય છે - રોજ દિહાડી વર્ગ




રજૂઆત અરજી : DOWNLOAD

           ગત વર્ષ ૨૦૨૦, ફેબ્રુઆરી માસથી ગુજરાતમાં કોરોના મહામારી ચાલી રહી છે. તેની અસર ગુજરાતની જનતા ઉપર થયેલ છે જેના કારણે રોજ દિહાડી વર્ગ તથા મધ્યમ પરિવાર ૧ વર્ષ કરતા વધુ સમયથી નોકરી કે છૂટક મજુરી ન મળતા રોજ દિહાડી તથા મધ્યમ વર્ગ આર્થિક રીતે તૂટી ગયેલ છે.

        સમગ્ર ભારત સહીત ગુજરાતમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ આ મહામારીનો સામનો કરી રહ્યા છે. અને રાજ્ય સરકારો તથા કેન્દ્ર સરકારે કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર કરવા અર્થે મદદરૂપ થવા ખડે પગે ઉભી છે. તેવામાં દર્દી ભગવાન સમાન ડોકટરને ગણતા હોવા છતાં ડોકટરો દ્વારા ભારતીય બંધારણ મુજબ મહામારીમાં સેવા કે મદદરૂપ થવા ના બદલે દર્દીઓને એડ્મિટ કરી જુદાજુદા પ્રકારના ચાર્જો જેવા કે રૂમ ચાર્જ, બેડ ચાર્જ, નર્સ ચાર્જ જેવા અન્ય ચાર્જો થઇ અંદાજે પ્રતિદિન રૂપિયા ૧૫,૦૦૦ થી ૨૦,૦૦૦ દવા સિવાયના ચાર્જ ગરીબ નિરાધાર મધ્યમ રોજ દિહાડી વર્ગ પરિવાર પાસેથી વસુલવામાં આવે છે. અને સદર દર્દીની સારવાર દરમ્યાન વાપરતા ઇન્જેક્શન અને ટેબલેટ પણ ડિસ્કાઉન્ટ કે લેસ કર્યા વગર પ્રિન્ટ ટુ પ્રિન્ટ ભાવ લેવામાં આવે છે.

        કોરોના સારવાર આપતી હોસ્પિટલોના મોંઘા ચાર્જો તથા છુપા ખર્ચાઓ સાંભળી ગરીબ નિરાધાર મધ્યમ વર્ગ તથા રોજ દિહાડી વર્ગ પરિવારના ચેપગ્રસ્ત ઈસમો ૩ થી ૪ દિવસ ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ રહે તો દવા સિવાયના હોસ્પિટલ ચાર્જો કે જે તેમની આર્થિક શક્તિ બહાર હોઈ ભરપાઈ કરી શકે તેમ શક્ય ન હોઈ અને તે ભય થી કોરોના સારવાર અર્થે ખાનગી દવાખાના/હોસ્પિટલમાં જતા અચકાય છે જેથી હોમ કોરન્ટાઇન થયેલા દર્દીઓ યોગ્ય સારવારથી વંચિત રહે છે જેના કારણે સરકારશ્રીએ લીધેલા કોરોના માટેના નક્કર પગલા પણ અ-સફળ થઇ રહ્યા છે.

       આમ, દરેક ખાનગી દવાખાના/હોસ્પિટલમાં ડોક્ટરોએ તેમની મરજી અને મનફાવે તેમ અને સરકારશ્રીની કર ચોરી કરી સરકારી તિજોરીને ગંભીર પ્રમાણેનું નુકસાન પોહચાડી GST વગરના ખાનગી અને સાદા ચિઠ્ઠી પર કાચા બીલો થી સદર કોરોના બીમારી અંતર્ગત સારવાર ચાર્જ વસુલ કરે છે તેમજ વધુ ચેપગ્રસ્ત ગરીબ મધ્યમ વર્ગ તથા રોજ દિહાડી વર્ગ દેવું કરીને પોતાની સારવાર કરાવે છે. જેથી નામદાર સરકાર દ્વારા તાજેતરમાં કોરોના રેમીડેસીવર ઈન્જેકસન તથા કોરોના વેક્સીનના ખાનગી દવાખાનાઓમાં નિયત ભાવો/ચાર્જ નક્કી કરેલ છે તે મુજબ આ કપરી કોરોના મહામારીને ધ્યાને લઈ ખાનગી દવાખાના/હોસ્પિટલો પણ કોરોના ગ્રસ્ત દર્દીના સારવાર દરમ્યાનનું ખર્ચ જેવું કે રૂમ ચાર્જ, બેડ ચાર્જ, નર્સ ચાર્જ જેવા અન્ય ચાર્જો તથા સારવાર પાછળ વપરાતી દવાઓની વ્યાજબી તથા નિયત કિંમત નક્કી કરી નામદાર સરકારશ્રી દ્વારા જાહેર જનતા જોગ સર્ક્યુલર બહાર પાડી ગરીબ નિરાધાર મધ્યમ વર્ગ રોજ દિહાડી વર્ગ પરિવારોને સદર કોરોના વાયરસ સામે સારવાર કરવા મદદરૂપ વા જાફર જે. દિવાન, પ્રમુખ : સ્માઈલ ચેરીટેબલ ટ્રસ્ટ ના દ્વારા ગુજરાત સરકારના મુખ્યમંત્રી, આરોગ્યમંત્રી અને ગુજરાત વિરોધપક્ષ નેતાને રજૂઆત કરવામાં આવી.

       તેમજ ખાનગી દવાખાના/હોસ્પિટલોમાં મુખ્યમંત્રી “માં” અમૃતમ કાર્ડ તથા આયુષ્માન ભારત કાર્ડ સ્વીકારવાનો અને સદર કાર્ડોમાં કોરોના સારવાર અંગેના હોસ્પિટલ તથા દવાઓના ખર્ચા બાદ કરવા અંગેની તાકીદે ગાઈડલાઈન્સ બહાર પાડી ગુજરાતની જનતા તથા ગરીબ નિરાધાર મધ્યમ રોજ દિહાડી વર્ગ પરિવારોને મદદરૂપ થવા વિનંતી.

જાફર દિવાન

પ્રમુખ: સ્માઈલ ચેરીટેબલ ટ્રસ્ટ

નકલ રવાના :

તમામ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા તરફ પ્રસિદ્ધ કરવા સારું..

Pledge
AatmanirbharBharat
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ
આગામી ચૂંટણી પહેલાં એક તક..


આપનુ / આપના પરીવારનુ તેમજ આપની સોસાયટી કે મહોલ્લા ના દરેક વ્યક્તી ને જાણ કરો 
મતદાર યાદી સુધારણા પ્રોગ્રામનો આપની અનુકુળતા એ લાભ લઈ શકો છો..
Pledge....
I will not give corruption and I will not give it to anyone else !
Cycling is the Best Exercise
સ્માઈલ સાયકલ રાઈડ

વરસાદની આગાહી ને ધ્યાને લેતા ઓગષ્ટના કાર્યકમ માટેની મંજૂરી તારીખ સમટેમ્બર મહિનાની તારીખ: ૧૦ થી ૩૦ સુધીની લંબાવવાની નક્કી કરવામાં આવેલ છે

સ્માઈલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઓગષ્ટ માહ માં યોજાનાર સ્માઈલ સાયકલ રાઈડ શ્રાવણ મહિનો અને સંસ્થા દ્વારા વિભાગીય કચેરી પાસે મંજૂરી માટેની અરજ સંદર્ભે જવાબદાર અધિકારી દ્વારા વરસાદની આગાહી ને ધ્યાને લેતા ઓગષ્ટના કાર્યકમ માટેની મંજૂરી તારીખ લંબાવવાની નક્કી કરવામાં આવેલ છે જેથી ઓગષ્ટ મહિનામાં યોજાનાર સ્માઈલ સાયકલ રાઈડ સમટેમ્બર ની તારીખ: 10 થી 30 સુધીમાં કરવામાં આવશે જેની સવ સાયકલિંગ સાથે રુચિ ધરાવતા ઓએ નોંધ લેવી.

લી.
સ્માઈલ ચેરિટેબલ ટ્રસ્ટ


સંસ્થાની અનેકવિધ પ્રવૃત્તિઓ પૈકી સાયકલિંગને પ્રોત્સાહન માટે સ્માઈલ સાયકલ રાઇડ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી સાયકલિંગ સાથે રુચિ ધરાવતા સ્માઈલ સાયકલ રાઇડ માં ભાગ લેવા સંસ્થા દ્વારા આવકારવામાં આવે છે..

સાબરકાંઠા જિલ્લામાં પ્રથમવાર હિંમતનગર શહેરમાં સ્માઈલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા "સ્માઈલ સાયકલ રાઇડ" આગામી ઑગસ્ટ મહિનામાં આયોજન કરવાનું નક્કી કરેલ છે. જેની તારીખ ટુંક સમયમાં જાહેર થશે અને સાયકલ રાઇડમાં ભાગ લેવા માટે નોંધણી કરવાનું ચાલુ છે.

-> પ્રથમ રાઈડ : ૨૧ કી.મી.
-> ફી ની વિગત : સાયકલ રાઈડ માં ભાગ લેવા માટે રૂ. ૨૦૦/- (બસો પુરા) જે નામ નોંધણી વખતે ફી પેટે ચૂકવવાના રહેશે.
-> રાઈડ ના નિયમઃ
          • સાયકલ રાઇડ રાઇડિંગ માટે સુરક્ષાની કીટ સાથે નોંધણી કરાવવાની રહેશે.
            (હેલ્મેટ, સ્પોર્ટ્સ શૂઝ, હેન્ડ ગ્લોઝ, એલ્બો, પાણી બોટલ વગેરે)
          • સાયકલ પોતાની હોવી જોઈએ
          • સાયકલ રાઇડ માં ભાગ લેતા સ્પર્ધકોએ નિર્ધારિત સ્થળ પર સમયસર હાજર થવાનું રહેશે.
          • સાયકલ રાઈડ દરમ્યાન શારીરિક, આરોગ્ય, તબિયત ની જવાબદારી સાયકલ રાઇડની રહેશે..
-> સંસ્થા દ્વારા એનર્જીવર્ધક ફળ અને પીણા ની વ્યવસ્થા કરવામાં આવશે..
-> નિર્ધારિત સમય માં સફળ થયેલા વિજેતાઓને મેડલ  અને દરેક સ્પર્ધક રાઇડર્સને પ્રોત્સાહક મેડલ સાથે સંસ્થાનું પ્રમાણ-પત્ર આપવામાં આવશે..

• આ કોઈ રેસ નથી પરંતુ સક્ષમ, સ્વસ્થ, સ્વાવલંબન, શિસ્ત, ધૈર્યશીલ અને મનોબળની કસોટી છે.
    નામ નોંધાવવા માટે સંપર્ક નંબર :
૯૪૨૮૬૦૦૧૪૩
DOWNLOAD Smile Trust App - Apk File
#happyislamicnewyear_1442
TAMAAM AALAME ISLAM KO ISLAMI NAYA SALL 1442 HIJRI MUBARAK HO 🌙
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

www.jafardiwan.cf
Jafar Diwan
Happy Independence Day
Happy Independence Day to all Indians.
We got Independence with very high cost of Sacrifice and Life. Swadeshi Movement and Non-cooperation Movement will inspire us to achieve AatmaNirbharBharat
।। वन्दे मातरम् ।।
"Jai Hind"
IndependenceDayIndia
IndiaIndependenceDay
IndependenceDay
स्वतंत्रतादिवस

સેટેલાઈટ રેડીએશન ની અસરથી પર્યાવરણ ની સાથે પક્ષીઓને થતાં નુકશાન થી બચાવવા અને પક્ષીઓને રેડીએશન ની વિવિધ અસરોથી બચાવી પક્ષીઓ ની સંખ્યામાં વધારો થાય તેવા ઉદ્દેશ્ય સાથે Smile Charitable Trust, પક્ષી બચાવો - પક્ષી વધારો, અભિયાન ચલાવી રહ્યું છે. જેમાં પર્યાવરણ ને લગતી બાબતો માં રસ ધરાવતા અને પર્યાવરણ પર કામ (રીસર્ચ) કરતાં વૉલેન્ટીયર્સે પક્ષી બચાવો - પક્ષી વધારો, અભિ    યાન સાથે જોડાવો સદર સંસ્થા વૉલેન્ટીયર્સેને સર્ટિફિકેટ સાથે યોગ્ય રીતે પ્રોત્સાહિત કરવામાં આવશે.

સંપર્ક નંબર:
+91 94 286 00 143
+91 79 842 11 463

જાફર દીવાન દ્વારા સરકારમાં સીધી રજૂઆત

        (૧)    માનનીય મહામહિમ રાજ્યપાલ શ્રી, ગુજરાત સરકાર, ગાંધીનગર

        (૨)    માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, ગુજરાત સરકાર, સ્વર્ણિમ સંકુલ-૧, નવા સચિવાલય,                             ગાંધીનગર

        (૩)    ઉર્જામંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર

        (૪)    મેં. મુખ્ય સચિવ સાહેબશ્રી, સામાન્ય વહીવટી વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર,

        (૫)    માનનીય વિરોધ પક્ષના નેતાશ્રી, ગુજરાત વિધાનસભા, સચિવાલય, ગાંધીનગર

માનનીય સાહેબશ્રી,

ઉપરોક્ત વિષય અન્વયે વિનંતી સાથે જણાવવાનું કે, સમગ્ર ભારત સહિત રાજ્યમાં (Covid-19) કોરોના વાઇરસ મહામારીથી અસરગ્રસ્ત છે. કોરોના વાઇરસને ફેલાવતો અટકાવવા માટે કેન્દ્ર સરકાર તેમજ ભારતની તમામ રાજ્ય સરકારોએ નક્કર પગલાં પણ લીધા છે. પરંતુ અફસોસની વાત એ છે કે કોઈપણ ને સફળતા પ્રાપ્ત થયેલ હોય તેમ લાગતું નથી કારણકે વાઇરસના સક્ર્મણ અને કેસો સતત વધતા જ રહ્યા છે સાથે લોકડાઉનના લીધે અસંખ્ય ગરીબ તેમજ મધ્યમવર્ગીય લોકો કે જે રોજ કમાઈ પોતાનું ઘર પરિવારનું ગુજરાન ચલાવતા લોકો છેલ્લા ૭૫ થી વધુ દિવસથી કામકાજ મજુરી વગર બેરોજગાર હોવાના ઘણા ખુલાસા અને ભુખમરી થી કૌટુંબિક આભઘાત/મોત જેવા ગંભીર ઘટનાઓ લોકડાઉન દરમ્યાન સામે આવી છે. જેથી હાલની ગંભીર નબળી આર્થિક પરિસ્થિતિમાં અસંખ્ય ગરીબ તેમજ મધ્યમવર્ગીય લોકોનાં પરિવાર લાઈટબીલ, પાણી અને ગેસબીલ, બાળકોની સ્કૂલ/કોલેજ ફી, પરિવારનું ભરણ પોષણ સહિતની અનેક માનસિક ચિંતાઓમાંથી પસાર થઇ રહ્યો છે. ત્યારે લાઈટ બીલ જેવી અતિ જરૂરિયાત સુવિધાની સમસ્યા પણ આગળ જતા મોટી આર્થિક મુશ્કેલી બની શકે તેમ છે.

વધુમાં ગુજરાત સરકારશ્રીની ૨૦૦ થી ઓછા યુનિટ વપરાશકર્તા ગ્રાહકોને ૧૦૦ યુનિટ માફી ની જાહેરાત કરવમાં આવેલ છે જે સંદર્ભે સરકારશ્રી ધ્યાને લેવું કે છેલ્લા ૭૫ કરતા વધુ દિવસથી ગુજરાતની જનતા કામકાજ મજુરી વગર બેરોજગાર અને નિ:સહાય ઘરે બેઠી છે. તેમજ લોકડાઉનના લીધે ઘર પરિવારના તમામ સભ્યો અને વીજ વપરાશની તમામ સુવીધાવો પુરેપુરી વપરાયેલ છે. ઉદાહરણ રૂપે એક પરિવારના ઘરમાં ૬ સભ્ય હોય અને ઘરમાં પરણેલ દીકરાનું રૂમ, રસોડું, બેઠક રૂમ આપ અંગદઝાડતી દરમીમાં ઘરના બે,ત્રણ પંખા, (A/C હોયતો A/C), શીતલજળ માટે રેફ્રીજરેટર, સમાચાર નિહાળવા TV વિગેરે જેવી તમામ વીજ વપરાસના સાધનો આ લોકઉડાન દરમ્યાન તમામ સુવીધાવો પુરેપુરી વપરાયેલ છે. જેથી ૨૦૦ થી ઓછા યુનિટ વપરાશકર્તા ગ્રાહકોને ૧૦૦ યુનિટ માફીમાં અસંખ્ય ગરીબ તેમજ મધ્યમવર્ગીય લોકોનું સમાવેશ થાય તેમ લાગતું નથી જે થી સરકારશ્રીને આ બાબતે પુનઃવિચારણા કરી લોકડાઉન સમય દરમ્યાનનું પૂરેપૂરું વીજબીલ માફ કરવા યોગ્ય કરવો...

કેન્દ્ર તથા રાજ્ય સરકારે કોરોના વાઇરસ મહામારી દરમ્યાન જે કઈ પણ જનહિતના કાર્ય કર્યા છે તેને અમો દિલ થી કદર અને પ્રસંસા કરીએ જ છીએ. અને વધુમાં લોકડાઉન દરમ્યાન કે જે રોજ કમાઈ પોતાનું ઘર પરિવારનું ગુજરાન ચલાવતા લોકો છેલ્લા ૭૫ થી વધુ દિવસથી કામકાજ મજુરી વગર બેરોજગાર હોવા થી લોકો હાલની પરિસ્થિતિએ લાઈટ બીલ ન ભરી શકતા હોવાથી લોકડાઉન દરમ્યાનનું છેલ્લા ત્રણ મહિનાનું લાઈટબીલ માફ કરવા બે હાથ જોડી વિનંતી કરીએ છીએ...

SMILE CHARITABLE TRUST


Dear Sir, Madam, NGO's

       I am Jafar Diwan President of Smile Charitable Trust (NGO), to Request your Help in supporting SMILE CHARITABLE TRUST activitys in the areas of Calture, Education, Helth, The Environment, Society Empowerment, Woman Empowerment, Human Right Services, Trening, Any Other Course Programs the work of this Organization in
S=Society,
M=Minority,
I=Impowering,
L=Libretion,
E=Empowerment,
= = = = =SMILE = = = = =
(Society for the Minority Impowering the Libretion and Empowerment)
all Levels of Education Especially Poor Condition peoples. This is to request you to support our NGO through a charitable DONATION..
We are Running out of funds for our letest service and All Activitys program. You are info charitable deeds and are Socially Responsible person.
if you could contribute to the funds. Please be Assured that your funds will Reach the Right..
want more information about this initiative, please contact me at +919428600143,
smile4ngo@gmail.com

Thanks for Reading,
we Appreciate your considering our Request.
Sincerlly Jafar Diwan
SMILE CHARITABLE TRUST,
Gujarat, Sabarkantha, Himatnagar,